Construction of Shrimad Rajchandra Hospital A new 250 bed multi speciality charity hospital in South Gujarat CONTRIBUTE NOW

References

Gandhiji's Recollections

ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યારપછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રમાણિકતા વિશે તેટલુ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.

I have since met many a religious leader or teacher. I have tried to meet the heads of various faiths, and I must say that no one else has ever made on me the impression that Raychandbhai did. His words went straight home to me. His intellect compelled as great a regard from me as his moral earnestness, and deep down in me was the conviction that he would never willingly lead me astray and would always confide to me his innermost thoughts. In many moments of spiritual crises, therefore, he was my refuge.

હું રાજી થયો, ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિશે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. વિલાયતનો પવન હળવો પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.
આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મોહાયો.
માન પામવાને સારુ વિલાયત કે ક્યાંય જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળ્યો.

I was pleased and astonished, and formed a high opinion about his memory. This was an excellent experience to break a little the binding spell of English on me.
Such knowledge, and was respected by everyone around him! I was all admiration.
One need not go to England or elsewhere to command respect, for virtue is always respected. I learned these truths on the very day I landed in Bombay.

તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો.
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય, કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.
રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.

I watched his daily life respectfully, and at close quarters.
Whatever he was doing at the moment, whether eating or resting or lying in bed, he was invariably disinterested towards things of the world. I never saw him being tempted by objects of pleasure or luxury in this world.
The Poet made me feel that this state of freedom from attachment was spontaneous to him.

પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે.

Amongst the things on his business table there were invariably to be found some religious book and his diary. The moment he finished his business he opened the religious book or the diary.

તેઓ ઘણી વાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી.
તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તો જો એકલું હોત તો જરૂર તેઓ તેને જીતી શક્યા હોત.

Raychandbhai often used to say that he could bear being transfixed with spears, but could not bear being stabbed with the spear of lies, the hypocrisies and the oppression which prevail in the world and of irreligion masquerading as religion.
It is true indeed that he suffered from a disease, but the pain he felt at the sight of suffering in the world was unbearable to him. If the physical disease had been the only cause, he could have won the battle against it.

જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરંત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા.

The man who, immediately on finishing his talk about weighty business transaction, began to write about the hidden things of the spirit could evidently not be a businessman at all, but a real seeker after Truth. And I saw him thus absorbed in godly pursuits in the midst of business, not once or twice, but very often. I never saw him lose his state of equipoise.

તેમને પોતાના વિચારો બતાવવા કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી.

He had such ready command of language that I do not remember his ever pausing for a word to express his thought.

તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.

One rare feature of his writing is that he always set down what he had felt in his own experience. There is in them no trace of unreality. I have never read any line by him which was written to produce an effect on others.

In Praise of Shrimadji

હું તેનો પૂજારી છું.

I myself was an admirer of Raichandbhai.

ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઇદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, દેરાઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એવો કોઈ નિયમ નથી; એટલું જ નહીં પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે.

It is not true at all that dharma is something to be observed on the Ekadashi day or during the Paryushan, on the Id day or on a Sunday, in temples, churches or mosques, but not in the shop or the king's court; on the contrary, Raychandbhai used so say and hold, and demonstrated through his own conduct, that such a belief amounted to ignorance of the nature of dharma.

ધીમે ધીમે તેમના પ્રત્યે મારો ભક્તિભાવ બંધાયો

Gradually, I developed devotion towards him.

Source - “અધ્યાત્મ નો વિરલ પ્રકાશ – શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી” – પદ્મશ્રી કુમારપાળ દેસાઈ – પૃષ્ઠ ૧૪૪.

ખોટો કે સાચો મને એમનો બહુ જ મોહ હતો અને મારી ઊર્મિ પણ તેમાં ઘણી હતી.

Rightly or wrongly, I was greatly attracted to him and I loved him deeply too.

આપણે સંસારી જીવો છીએ ત્યાંરે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્ ને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતાં હોઈશું ત્યારે શ્રીમદ્ તો વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા.

We are all wordly creatures, whereas Shrimad was not. We shall have to wander from existence to existence, where as Shrimad may have only one life more to live. We are perhaps running away from Moksha, while Shrimad was flying towards it with the speed of the wind.

તેમના લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો.

I always felt that Shrimad's writings breathe the spirit of truth. He did not write a single word in order to show off his knowledge. His aim in his writings was to share his inward bliss with the readers.

ધાર્મિક બાબતમાં આજ સુધી બીજા કોઈએ પણ ન જીત્યું હોય એ રીતે મારું દિલ જીતનાર પુરુષ આવા હતા. બીજી જગ્યાએ મેં કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં ટોલ્સટોયનો અને રસ્કિન, કવિ સાથે હરીફાઈ કરતા હતા. પણ કવિનો પ્રભાવ બેશક વધારે ઊંડો હતો. અને તે એ જ કારણ કે હું તેમના નિકટના અને અત્યંત અંગત સંપર્કમાં આવ્યો હતો.

Such was the man who captivated my heart in religious matters as no other man has till now. I have said else where that in moulding my inner life Tolstoy and Ruskin vied with Kavi. But Kavi's influence was undoubtedly deeper if only because I had come in closest personal touch with him.

કવિશ્રીનાં જીવન અને લખાણ વિષે હું જેટલો વધારે વિચાર કરું છું તેટલું મને વધારે લાગે છે કે તેઓ એમના જમાનાના હિંદના સર્વશ્રેષ્ઠ પુરુષ હતા.

The more I consider His (Shrimad Rajchandra) life and His writings, the more I consider Him to have been the best Indian of His times.

Shrimadji Guides Gandhiji

તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે અમે છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.

The result was that I gained peace of mind. I felt reassured that Hinduism could give me what I needed. The reader will have some idea of how much my respect for Raychandbhai must have increased because of his being responsible for this result.

એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (1) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (2) જીવનની સરળતા, આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર; (3)સત્ય અને (4) અહિંસામય જીવન

Four things can be learnt from his life: (1) Identification with the eternal; (2) Straightforwardness in life, interacting with everyone with the same attitude; (3) truth and (4) a life rooted in ahimsa

Source - "અધ્યાત્મ નો વિરલ પ્રકાશ – શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી" – પદ્મશ્રી કુમારપાળ દેસાઈ – પૃષ્ઠ – ૧૪૮.
On Shri Atmasiddhiji

જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્ નાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્ય ધર્મી.

I am sure that anyone who wishes to free himself from inner conflicts and is eager to know his duty in life will gain much from Shrimad's writings, whether such a reader is a hindu or belongs to another faith.

Ahimsa

એમના ધર્મશ્રદ્ધાના પાયામાં બેશક અહિંસા હતી.
એમની અહિંસામાં જેમ ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુને સ્થાન હતું તેમ તેમાં સમગ્ર માનવજાતને પણ સ્થાન હતું.

The bedrock of his faith was unquestionably ahimsa.
His ahimsa, if it included the tiniest insect, also covered the whole of humanity.

Brahmacharya

પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો, એ મને ચોખ્ખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.

But it was in South Africa that I came to realize the importance of observing brahmacharya even with respect to my wife. I cannot definitely say what circumstance or book it was, that set my thought in that direction, but I have a recollection that the predominant factor was the influence of Raychandbhai.